Why this unnecessary delay in finishing the formalities of plot allotment??
Housing For Nomadic Families of Ratila Village of Diyodar, Banaskanth |
So after the allotment letters are given the next step is decide the land, measure and divide the plots and give them to the applicants. Its a normal procedure which does not take much effort or time but in this case its taking more than usual. The revenue officer seems to be in a different frame of mind here. We have approached the TDO and Additional Collector asking them to intervene and expedite the matter, they also instructed the revenue officer who still is not budging in. Frustrated with such unjustifiable delays we wrote to the District Collector…. currently the families are staying on some government land, its been so long here for them, intact so many years now that the saplings they had planted have grown into big trees now, its under the shades of these trees that these families find relief from the heat of Northern Gujarat. “we share a special relation with these trees, just don’t feel like living them and going any where” they say. They shall be going anywhere the government allots them land but how to do away with the pain of living behind the trees they nurtured and care for so much………..
In the picture - the families at their current living base…..
વિચરતા પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ થયા પછી સનદ આપવામાં નાહક વિલંબ થઇ રહ્યો છે...
બનાસકાંઠાના દિયોદર તાલુકાના રાંટીલાગામમાં રહેતાં BPL યાદીમાં સમાવિષ્ટ ૧૪ વિચરતા પરિવારોને રાજ્ય સરકારના સ્વર્ણિમ સંકલ્પ અનુસાર રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે ઘણા વખતથી રજૂઆત કરતાં હતાં. જો કે પંચાયત આ બાબતનો સખત વિરોધ કરી રહી હતી. આ પરિવારોને પ્લોટ શું કામ ના આપવા તે બાબતે ખુબ લાંબા લખાણ એમણે તાલુકા વિકાસ અધિકારીને લખ્યાં. પણ છેવટે સત્યનો વિજય થાય છે એમ આ પરિવારો વિષે કહેલું જુઠ્ઠાનું ખરેખર જુઠ્ઠું સાબિત થયું અને આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા અને પ્લોટની સનદો આપવામાં આવી. જે ફોટોમાં જોઈ શકાય છે. આ પરિવારો કહે છે ‘એમ આ સ્વપ્ન જ છે. જે વિરોધ હતો એ જોતા આવું કશું પણ સંભવ બનશે તેની કલ્પના પણ નહોતી. વળી આ બધા માટે તો વર્ષોથી મથતા હતા.’
આ પરિવારો અને અમે સૌએ તમામ અધિકાર સમક્ષ અમારો રાજીપો વ્યક્ત કર્યો. હુકમ થયા પછી સનદ મળે અને પ્લોટ જગ્યા અને માપણી કરી અરજદારોને પ્લોટ આપવાનું થાય. પણ કોણ જાણે હજુ તલાટી શ્રીને આનો મુડ નથી આવી રહ્યો. આ બાબતે કેટલી બધી રજૂઆત કરી. TDO શ્રી અને પ્રાંત સાહેબે પણ તલાટીને કડક શબ્દોમાં રાંટીલાનું કામ ઝડપથી પૂરું કરવાની સુચના આપી પણ તલાટી જાણે કંઈ સાંભળવા જ રાજી ના હોય એવો તકાજો થઇ રહ્યો છે. ખેર કંટાળીને બે દિવસ પહેલા આના નિવારણ માટે કલેકટર શ્રીને લખ્યું છે... આ પરિવારો હાલ સરકારી જમીન પર જ છાપરાં બાંધીને રહે છે એ વર્ષોથી આ જગ્યા પર જ રહે છે એમણે રોપેલા ઝાડ ખુબ મોટા થઇ ગયા છે એમની લાગણી હાલમાં જે જગ્યા પર રહે છે ત્યાં જ પ્લોટ મળે તેવી છે. એ કહે છે, ‘અમારી આ જગ્યા પર અમે જે ઝાડ રોપ્યા છે એનો છાયો અમને મળે છે અને આ ઝાડવાં સાથે અમારી મમતા બંધાઈ ગઈ છે એમને મુકીને જવાનું થશે??’ જોકે એમને તો કોઈ પણ જગ્યા પર જવાનો વાંધો નથી પણ પ્રશ્ન ઝાડ સાથેની એમની મમતાનો છે. હાલમાં આ પરિવારો જ્યાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે. જોઈએ શું થાય છે..
No comments:
Post a Comment