
The next challenge for us is how will he build a home as Babukaka is handicap. Babukakanow considers VSSM’s Narnabhai his son so he now rests assured feeling Naranbhai will take care of the job. Naranbhai is also living up to that expectation ensuring that things are taken care of him. He has contacted some masons to workout the estimates. He has also requested VSSM to pitch n some support. It is because of such dedicated team members that VSSM has now earned the identity of being home for all the the nomadic and de-notified communities, it is because of them that VSSM marches ahead to achieve its ultimate mission…. empowering the nomads.
Minister presenting the cheque to Babukaka..
ગુજરાતીમાં અનુવાદ...
બાબુભાઈ નું ઘર હવે બંધાશે...
દિયોદરમાં રહેતાં બાબુભાઈ વાંસફોડા જેઓ ભીખ માંગી પોતાનો ગુજારો કરતાં જેમની વાત અગાઉ અહીં લખી હતી. (જે વાંચવા ક્લિક કરો. http://nomadictribes.blogspot.in/2014/09/life-and-its-many-hues.html) આ બાબુકાકાને ઘર બાંધવા સરકારી સહાય મળે એ માટે આપણે પ્રયન્ત કરતાં હતાં. જેના પરિણામ સ્વરૂપ એમને રૂ. ૨૧,૦૦૦નો ચેક દિયોદરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવ્યો. ચેક લેતી વખતે સમગ્ર સ્ટેજ પર બાબુકાકાની દરિદ્રતા દેખાઈ રહી હતી. બાબુકાકા અપંગ છે ઘર કેવી રીતે બંધાશે એ પણ મુંઝવણ છે. જોકે એમણે vssm ના કાર્યકર નારણને પોતાનો દીકરો માન્યો છે અને નારણ એમને ઘર બાંધી આપશે એવી એમને શ્રદ્ધા છે.
નારણે પણ દીકરાને છાજે એમ ઘરના બાંધકામ માટે કડિયાને બોલાવી એસ્ટીમેટ નક્કી કરાવ્યો છે. vssm પણ બાબુકાકાને ઘર બાંધવા મદદ કરે એવી વિનંતી પણ કરી છે.
vssm ના આવા સંનિષ્ઠ કાર્યકરોના કારણે જ વિચરતી જાતિઓના વિકાસના આ કામો થઇ શક્યા છે અને vssm એટલે વિચરતી જાતિનું ઘર એવી ઓળખ ઉભી થઇ છે. એમની નિષ્ઠાથી સંસ્થા ઉજળી બની છે..
vssmના આવા પાયા રૂપ સૌ કાર્યકરોને ખુબ શુભેચ્છા...
ફોટોમાં મંત્રીના હાથે ચેક લઇ રહેલા બાબુકાકા
No comments:
Post a Comment