
VSSM’s team member Naranbhai happened to meet Babukaka near government office at Diyodar. It is the place where Bahukaka begs. Naranbhai did what he always does, he began talking to Babukaka, asked why he was begging and got to know his details . He probed a bit further to find his name in the BPL list. It was possible to get housing support for Babukaka. Naranbhai spoke to the TDO and made an application for housing support. Time passed but nothing moved so case was presented at the panchayat as well as Collector’s office. Atlast the application has been approved under the Indira Was Yojna. He has also received first cheque.
‘Naranbhai, I have no one else to rely on, you will have to construct my house, you are my son here since my son is away …….’ such faith Babukaka has put in Naranbhai.
ગુજરાતીમાં અનુવાદ...
કિસ્મતનો ખેલ
દિયોદરમાં બાબુભાઈ વાંસફોડા તેમના પરિવાર સાથે સ્થાઈ રહે. પરિવારમાં બે દીકરી અને બે દીકરા. બાબુભાઈએ જિંદગીમાં ક્યારેય વાંસનું કામ કર્યું નહિ પણ પોતાની આવડતથી એ દિયોદરમાં આવેલી એક ટોકીઝમાં ટીકીટ વિતરણનું કામ કરે. પોતાની મહેનતથી જમીન ખરીદી,અને નાનું ઘર બાંધ્યું. પણ આ સુખી પરિવારને કોણ જાણે કોની નજર લાગી. બાબુભાઈની પત્નીને કેન્સર થયું અને તેમાં એ આર્થિક રીતે ઘસાઈ ગયા. તેમની પત્ની મૃત્યુ પામી એની પાછળ બે દીકરી અને એક દીકરો પણ.. આટલું બધું સહન કેવી રીતે થાય? એમને લકવા પડી ગયો. શરૂઆતમાં તો ખાટલામાં જ પડ્યા રહેવું પડે પણ પછી ધીરે ધીરે લંગડાતા ચાલવાનું શરુ કર્યું, એક હાથ કામ કરતો બંધ થઇ ગયો હતો. એક દીકરો જે મોટો થયા પછી કામ માટે કચ્છમાં જઈને રહ્યો. દિયોદરમાં બાબુકાકા એકલાં જ રહ્યાં. મજૂરી શક્ય નહોતી એટલે એ ભીખ માંગીને જીવન જાણે પૂરું કરતા હોય એમ જીવે.. જે મકાન ખુબ પ્રેમથી બનાવ્યું હતું એ જર્જરિત થઇ ગયું. ઝાપરું કરીને રહેવાનો વારો આવ્યો.. પણ કોઈની સામે કોઈ ફરિયાદ નહિ... આ બધું થવાનું લખ્યું હશે એટલે થાય છે એવી ગ્લાની સાથે જીવે..
vssm ના કાર્યકર નારણ સરકારી કચેરીમાં વિચરતી જાતિના કામો માટે ગયા હતાં બાબુકાકા ત્યાં ભીખ માંગવા આવ્યા. ટેવ મુજબ બાબુકાકાની વિગતો જાણી. એમના ઘરે ગયા. BPL યાદીમાં એમનું નામ હતું. એટલે એમને મકાન સહાય મળે એમ હતું. નારણભાઈએ TDO શ્રી સમક્ષ આ બાબતે વાત કરી અને મકાન સહાય માટે અરજી પણ કરી. સમય ગયો પણ કંઈ ના થતા કલેકટર થી લઈને ગ્રામપંચાયતમાં રજૂઆત કરી. આખરે એમની મકાન સહાય મંજૂર થઇ. ઇન્દિરા આવાસ યોજનામાં તેમનું મકાન બંધાશે. એમને પહેલો ચેક મળી ગયો. નારણભાઈ ને બાબુકાકા કહે છે, ‘નારણભાઈ તમારે જ મારું ઘર બનાવી આપવાનું, મારો દીકરો અહી નથી તમે મારા દીકરા જેવા છો.’
No comments:
Post a Comment