
The group opposing the settlement of these families itself belongs to marginalised community but now they are able and powerful, ‘ this is our land, we do not want anybody settling here,’ is their bold claim. Fact being this plot of land is government’s and there are documental evidences of it been allotted to these families.
It has been 4 years and still the matter is far from being resolved. The families and us all are tired and frustrated with the state of affairs. ‘Do dare to spend a single winter night under the open sky and you shall empathise with these families,’ we told the people opposing. We wonder if any one is listening..
See for your self the way these families survive… one of the 143 residents...
ગુજરાતીમાં અનુવાદ...
‘એક રાત છાપરામાં કે ખુલ્લા આકાશની નીચે આવી ટાઢમાં પસાર તો કરો..’
જુના ડીસામાં ૧૪૩ વિચરતા પરિવારોને સરકારે રહેણાંક અર્થે પ્લોટ આપ્યાં. પણ જમીન પર ઘર બાંધવું શક્ય નહિ. ખુબ મોટા ખાડા. સરકારે જમીન સમતળ માટે કોઈ જોગવાઈ નહોવાનું કહ્યું. સમતળ માટે માતબર ખર્ચ થવાનો હતો. આખરે વિચરતા પરિવારોએ જ પરિવાર દીઠ અમુક રકમ કાઢીને જમીન સમતળ કરવાનો નિર્ણય કર્યો. રૂ. ૩,૦૦,૦૦૦ તો ભેગા પણ થઈ ગયાં. જેસીબીથી જમીન સમતળનું કામ શરુ થયું કે ગામના કેટલાંક માથાભારે તત્વોએ ‘આ જમીન પર કોઈ પણ પ્રવૃત્તિ નથી કરવાની.’ એમ કહીને વિરોધ શરુ કર્યો. ગામ સાથે સંઘર્ષ કરવાનું માંડી વાળી અમે કામ બંધ કર્યું અને મામલતદાર શ્રીને રજૂઆત કરી. આખું વહીવટીતંત્ર ખુબ હકારાત્મક પણ વિરોધનું શું કરવું. પોલીસ પ્રોટેક્શન માંગ્યું. પણ સૌ ૨૬ જાન્યુઆરીમાં વ્યસ્ત હતાં એટલે એ પછી આ અંગે નિર્ણય કરવાનું નક્કી કર્યું. ૨૬મી પણ ગઈ પણ હજુ સુધી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી. અમે ફરી રજૂઆત કરી છે. સારું થશે એવું આશ્વાસન પણ મળ્યું છે પણ ક્યાં સુધી રાહ જોવાની???
આમ તો ડીસામાં આ પરિવારોનો વિરોધ કરનારા એક વખતના વંચિતો જ છે પણ આજે હવે સક્ષમ છે એટલે, ‘ આ પરિવારોનો વસવાટ આ જગ્યા પર ના જોઈએ. આ જગ્યા અમારી છે એમ કહે છે’ આ જગ્યા સરકારી છે અને આ પરિવારોને ફાળવી છે એના પુરાવા છે છતાં આવો દાવો!
વિચરતા પરિવારો અને સાથે સાથે અમે પણ થાકી ગયા છીએ ચાર વર્ષ થયાં છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. વિરોધ કરનારને અમે કહ્યું, ‘એક રાત છાપરામાં કે ખુલ્લા આકાશની નીચે આવી ટાઢમાં પસાર કરો તો આ પરિવારોની પીડા સમજાશે.’ પણ અહી તો ક્યાં કોઈને સમજવું છે?
ફોટોમાં ૧૪૩માંનો એક પરિવાર જે સ્થિતિમાં રહે છે..
No comments:
Post a Comment