
The sample house is about to be finished and the way the Vadee are pursuing the entire project they are on the threshold of setting a new benchmark…….
ગુજરાતીમાં અનુવાદ...
ધ્રાંગધ્રામાં વસતા ૧૫૫ વાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા છે. વાદી પરિવારોના મકાન બાંધકામની વાત આવી તો મોટાભાગના લોકોએ કહ્યું, ‘વાદી કોઈ દિવસ મહેનત ના કરે. તમે બાંધી આપો તો રેહવા જશે.’ પણ આવું કહેવાવાળા તમામને હાલ પૂરતા તો આ પરિવારો ખોટા સાબિત કરી રહ્યા છે. ધ્રાંગધ્રામાં બંધાઈ રહેલા ૧૫૫ મકાનો વાદી પરિવારોએ જાતે કડિયા રાખીને બાંધવાનો નિર્ણય કર્યો છે. આ પરિવારોને ટેકનીકલ માર્ગદર્શન vssmના શુભેચ્છક અને સ્વજન ‘મોનાર્ક ઇન્ડિયા ઇન્ફ્રાકોન પ્રા.લી. કન્સ્ટ્રકશન’ કંપનીના ઉજમશીભાઈ ખાંદલા આપી રહ્યા છે. આ પરિવારોને મકાન બાંધકામ માટે રૂ. ૪૫,૦૦૦ સરકાર આપે છે જયારે vssmએ દાતાઓના સહયોગથી પ્રત્યેક પરિવારને મકાન બાંધકામ માટે રૂ.૨૫,૦૦૦ની મદદ કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત પ્રથમ સેમ્પલ હાઉસ તૈયાર થઇ રહ્યું છે અને ઉપર જણાવ્યું તેમ સૌને ખોટા પાડતા હોય તેમ પોતાના મકાનમાં કડિયાની સાથે હેલ્પર તરીકે કામ કરી રહેલા વાદી જે નીચે ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment