Wednesday, 1 January 2025

VSSM is grateful to government and all our well-wishers for supporting these ever wandering communities find a permanent address...

Mittal Patel along with Tankara's MLA, Shri Durlabhjibhai
conducted house warming ceremony

"Some are troubled by their caste, and some are troubled by their lineage.

Our narrow perspective and actions create a lot of disturbance.

This poem from Shunya Palanpuri always comes to mind when talking about the permanent settlement of wandering communities.

In many villages, families who have lived there for years are still not accepted by the villagers. However, in the Nichi Mandal of Morbi, the villagers, panchayat members, and the sarpanch showed respect and helped settle our 18 Gadaliya families in their village.

We worked hard to ensure that the government allocated plots for residential purposes. We also provided necessary identification documents.

Once the plots were allocated, under the Pandit Deendayal Awas Yojana, assistance of ₹1.20 lakh was also provided.

Before starting to build the homes, we asked the 18 families what kind of house they wanted, and everyone expressed a desire for houses like bungalows.

For ordinary people, having a home is a big thing. As generations had lived in tents, dreaming of a good house was natural.

We decided to build homes with two rooms, a kitchen, and a toilet/bathroom. The cost was quite high. The families contributed as per their abilities, and in addition, we received support from our respected individuals associated with VSSM, such as Shri Kanubhai Doshi, Shri Naveenchandra Mehta, Shri Rashminbhai Sanghvi, Shri Alim Adadiya, Shri Mayurbhai Nayak (Mabap Foundation), Smt. Bhavanaben Mehta (Aparna Foundation), Smt. Neetaben Parikh, late Shri Kalpeshbhai Parikh, Shri J.B. Packaging, Smt. Sudhaben Patel, Smt. Jashuben Patel, and the Alakhs family. This allowed the 18 families to move into a proper settlement from the slums.

The Chief Minister of the state, Shri Bhupendrabhai Patel, continuously supported this effort to provide homes to families without them. In addition, the Welfare Department, Morbi District Administration, and the Social Welfare Officer also provided continuous support, making this work possible.

After the homes of the 18 families were completed, their housewarming ceremony was conducted with the visit of Tankara's MLA, Shri Durlabhjibhai. A compassionate person, he immediately gave instructions for road and electricity facilities as well.

Our workers, Kanubhai and Chhayaben, worked tirelessly... They worked day and night to handle the paperwork in government offices and kept the families united despite minor conflicts.

Such dedicated workers are essential for the success of such projects.

We have built 1,751 homes... and now, our aim is to bring as many families as possible from huts to solid homes.

Once again, we express our gratitude to the government, our relatives associated with VSSM, villagers, the MLA, and the sarpanch.

We wish the families who once lived in huts now find happiness in the new settlement of Vhalapni Vasahat.

#mittalpatel #dreamhome #explorepage #vssm #gujarat"

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે

અમોને સંકુચિત દૃષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

શૂન્ય પાલનપુરીનો આ શેર અમારા વિચરતી જાતિના પરિવારોના કાયમી વસાવટની વાત આવ્યા ત્યારે અચૂક યાદ આવે.

અનેક ગામોમાં વર્ષોથી રહેતા પરિવારોને આજેય ગ્રામજનો અપનાવવા રાજી નથી ત્યારે મોરબીના નીચીમાંડલના ગ્રામજનો, પંચાયતના સભ્યો અને સરપંચ માટે માન થાય એવી રીતે એમણે અમારા 18 ગાડલિયા પરિવારોને એમના ગામમાં વસાવ્યા. 

રહેણાંક અર્થે સરકાર પ્લોટ ફાળવે એ માટે અમે મથ્યા.ઓળખના પુરાવા પણ અપાવ્યા.

પ્લોટ ફળવાયા પછી પંડિત દિનદયાળ આવાસ યોજના અંતર્ગત 1.20 લાખની સહાય અપાવવામાં પણ નિમિત્ત બન્યા. 

ઘર બાંધવાનું શરૃ કરતા પહેલા 18 પરિવારોને ઘર કેવા જોઈએ એ પુછ્યું ને સૌએ બંગલા જેવા ઘરની કામના કહી. 

નાના માણસો માટે ઘર કરવું મોટી વાત વળી પેઢીઓ રઝળતા ગઈ એટલે મજાના ઘરની કલ્પના હોવી સાહજીક.

અમે બે રૃમ, રસોડુ, ટોયલેટ બાથરૂમ વાળુ ઘર બાંધવાનું નક્કી કર્યું. ખર્ચ ઘણો થાય એમ હતો. પરિવારોએ એમના ગજા પ્રમાણે ટેકો કર્યો એ સિવાયનો ટેકો VSSM સાથે સંકળાયેલા અમારા આદરણીય શ્રી કનુભાઈ દોશી, શ્રી નવીનચંદ્ર મહેતા, શ્રી રશ્મીનભાઈ સંઘવી, શ્રી અલીમ અડાદિયા, શ્રી મયુરભાઈ નાયક- માબાપ ફાઉન્ડેશન, શ્રીમતી ભાવનાબેન મહેતા, અપર્ણ ફાઉન્ડેશન, શ્રીમતી નીતાબહેન પરીખ અને સ્વ.શ્રી કલ્પેશભાઈ પરીખ, શ્રી જેબી પેકેજિંગ - શ્રીમતી સુધાબહેન પટેલ- શ્રીમતી જશુબેન પટેલ, Alakhs family એ કર્યો ને 18 પરિવારો વગડામાંથી વહાલપની વસાહતમાં રહેવા ગયા.

ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના આ કાર્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સહયોગ સતત મળ્યો. એ સિવાય, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ,  મોરબી જિલ્લા વહીવટીતંત્ર, સમાજ કલ્યાણ અધિકારી સૌએ પણ સતત સહયોગ કર્યો માટે આ કાર્ય થઈ શક્યું.

18 પરિવારોના ઘરો બંધાયા પછી એમનો ગૃહપ્રવેશ કરાવવા ટંકારાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ ખાસ પધાર્યા. લાગણીવાળા વ્યક્તિ એમણે તુરત રસ્તા, વિજળીની સુવિધા માટે પણ સૂચના આપી.

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની મહેનત સખત.. સરકારી કચેરીમાં કાગળિયા કરવાનું, ક્યાંક નાની મોટી માથાકૂટમાં પરિવારોને સાથે રાખવાનું  આ બેયે દિવસ રાત જોયા વગર કર્યું...

આવા નિષ્ઠાવાન કાર્યકરો સાથે હોય એટલે આવા કાર્યો પાર પડે..

અમે 1751 ઘર બાંધ્યા... નેમ વધારે ને વધારે પરિવારોને ઝૂંપડામાંથી પાક્કા ઘરમાં લઈ જવાની.. 

ફરી સરકાર, VSSM સાથે સંકળાયેલા અમારા સ્વજનો, ગ્રામજનો, ધારાસભ્ય શ્રી, સરપંચ શ્રી સૌનો આભાર માનીએ છીએ...

પહેલા ગાડુ જ જેમનું ઘર હતું એ પરિવારો વ્હાલપની વસાહતમાં સુખી થાય એવી શુભભાવના...

#mittalpatel #dreamhome #explorepage #vssm #gujarat



Tankara's MLA Shri Dhurlabhjibhai inaugurates the houses of
Gadaliya families

Gadaliya Settlement of Nichi Mandal

Mittal Patel and nomadic communities were overjoyed 
during house warming ceremony

Mittal Patel with Shri Durlabhjibhai at Nichi Mandal
housing settlement

Mittal Patel with galaiya women 

Gadaliya families sharing thier joy with Mittal Patel and
Shri Durlabhjibhai

18 gadaliya families got their permanent address

Mittal Patel and others with the Donor Plaque at Nichi Mandal

Mittal Patel and others at Nichi Mandal Settlement

Mittal Patel addresses Nomadic Communities at Nichi Mandal

Gadaliya Women with her child at house warming ceremony

Mittal Patel and nomadic communities with the Donor Plaque

Gadaliya Families who once lived in huts

Nichi Mandal Settlement


VSSM helped 18 Gadaliya families to built their Dream House...

Mittal Patel with the Gadaliya Families of Nichi Mandal

"Now, we have found a way out of the troubles. Once the house is built, we will need to stay and take care of it. When the electricity bill arrives, we will have to work hard to pay it. We may not have been educated, but now we will educate the children... This was said by Raju Bhai Gadaliya with joy.

With the help of the government and VSSM, and with the support of our well-wishers, we built homes for 18 families in the Nichi-Mandal of Morbi... Everyone was overjoyed. We are happy to be the reason for it.

So far, we have built homes for 1,751 families. We pray that God gives us the strength to build as many more houses as possible and that everyone becomes a part of this work."

હવે રઝળપાટમાંથી છુટકારો મળ્યો. ઘર થ્યા તે સંભાળવા ઘરે રહેવું પડશે. લાઈટબીલ પણ આવશે તો એ ભરવા મહેનતેય કરવી પડશે. અમે નથી ભણ્યા પણ છોકરાઓને હવે તો ભણાવીશું... રાજુભાઈ ગાડલિયાની હરખથી આ ક્હયું. 

મોરબીનું નીચી માંડલ 18 પરિવારોના ઘરો અમે સરકાર અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી બાંધ્યા... સૌના હરખનો પાર નહોતો. અમને નિમિત્તનો આનંદ. 

1751 પરિવારોના ઘરો અત્યાર સુધી બાંધ્યા. બસ વધુમાં વધુ ઘરો બાંધી શકીએ એવી ક્ષમતા કુદરત આપે ને સૌને આ કાર્યમાં સહભાગી બનાવે તેવી પ્રાર્થના..

Mittal Patel and nomadic families was overjoyed

Gadaliya Settlement of Nichi Mandal

With the Support from Government ,VSSM and our
well-wishers we built homes for gadaliya families

Gadaliya Family in their new home



Gadaliya Settlement of Nichi Mandal


VSSM will support the construction of homes for 55 nomadic families of Khamisna village...

Mittal Patel with the nomadic families of Surendranagar

Will you come to live once the house is built?" "Why wouldn’t we come?" "I’ve lived my whole life in a shed in Surendranagar. Recently, I rented a house, but if I want a good house, the rent is very high. Have you seen my house? The roof could fall at any time. We’ve faced a lot of trouble living in the shed. The house is old, but we still have to pay a decent rent. If we get our own place, then there won’t be any rent. Also, this new house will have proper lights and water, so we will definitely come once it’s ready, sister."

This is what Kiranbhai from Surendranagar said in response to the question.

The government allocated plots for 55 families in Khamisna village for residential purposes. We worked hard for this. Even starting the construction was a big challenge, but when the Chief Minister took interest, the construction finally began.

Each family will receive Rs. 1.20 lakh from the government, although the cost of the house is over Rs. 3.5 lakh. The families will contribute a little more, and the remaining amount will be donated by our relatives, Kishorbhai Patel and Kishor Uncle, who live in America, in memory of Kushalbhai.

In Khamisna, a Kush Society will be established where everyone will live harmoniously, without the fear of anyone being asked to vacate.

If the government’s housing assistance installments are paid on time, the work will progress quickly. We will work hard to ensure the installments are received, and once they come, we will take everyone from the makeshift shelters to their new homes.

Harshadbhai from the VSSM team has been continuously helping these families with paperwork and coordinating efforts. There are many tasks involved in building a house, and Harshadbhai and our office team will oversee all of them.

We are extremely grateful to the government, especially the Chief Minister, the Collector, and the Social Welfare Officer, as well as to Kishor Uncle. Through the collective efforts of the community, the government, and the organization, we can see the excellent results from the 1751 houses we have constructed.

We hope that nature will help provide roofs for more and more families, and we wish the families whose houses are being built in Khamisna all the best.

#mittalpatel #vssm #gujarat #surendranagar #viral #dreamhome

 ઘર બનશે પછી રહેવા આવશો?’

‘કેમ નહીં આવીએ?’

‘છાપરુ વાળી આખી જીંદગી સુરેન્દ્રનગરમાં રયો. થોડા વખતથી ઘર ભાડે લીધું. પણ સારુ ઘર લઉં તો ભાડું ઘણું દેવું પડે. તમે જોયું છે ને મારુ ઘર? એ ઘરની છત ગમે ત્યારે પડે એવી પણ શું કરીએ, છાપરામાં હેરાન ઘણું થઈએ એટલે.. જર્જરીત ઘર છે તોય ભાડુ સરખુ દેવું પડે. જો પોતાનું થઈ જાય તો પછી ભાડુ બચે. વળી ફળિયા વાળુ આ ઘર, લાઈટ, પાણીની સુવિધા વાળુ થવાનું તો રહેવા આવીશું જ ને બેન..’

સુરેન્દ્રનગરના કીરણભાઈએ પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું. 

સરકારે ખમીસણા ગામમાં 55 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. એ માટે અમે ઘણું મથેલા. મકાન બાંધકામ શરૃ કરવા પણ ભારે મહેનત કરવી પડેલી. છેક મુખ્યમંત્રીશ્રીએ રસ લીધો ત્યારે જતા બાંધકામ શરૃ થયું.

સરકારના 1.20 લાખ પ્રત્યેક પરિવારને મળશે. જ્યારે મકાનની કિંમત તો 3.5 લાખથી વધારે. પરિવારો પણ થોડા ઘણા ઉમેરશે ને બાકીના અમારા અમેરિકા રહેતા કિશોરભાઈ પટેલ- કિશોર અંકલ પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં આપશે. 

ખમીસણામાં કુશ સોસાયટી બનવાની.. જ્યાં સૌ કુશળતાથી રહેશે.. કોઈને જગ્યા ખાલી કરાવશે નો ડર નહીં લાગે.

સરકારના મકાન સહાયના હપ્તા સમયસર મળે તો કામ ઝડપથી પુરુ થાય બસ હપ્તા મળે તે માટે મથીશું.. ને સૌને વગડામાંથી વહાલથી વસાહતમાં લઈ જઈશું.

VSSM ટીમમાંથી હર્ષદભાઈ સતત આ પરિવારો સાથે. કાગળ કરાવવા, પરિવારોને ભેગા કરવા. ઘર બંધાતું હોય ત્યાં કયા કામો ન હોય? એ બધા  કામોની દેખરેખ હર્ષદભાઈ અને અમારી ઓફીસની ટીમ રાખે..

સરકાર ખાસ તો મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી, સમાજ કલ્યાણ અધિકારી શ્રીનો તેમજ અમારા કિશોર અંકલના અમે ખુબ આભારી. સમાજ, સરકાર અને સંસ્થાના પ્રયત્નોથી કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે અમે બાંધેલા 1751 ઘરોથી જોઈ શકીએ.

કુદરત વધારે ને વધારે પરિવારોના માથે છત અપાવવામાં નિમિત્ત બનાવે તેવી શુભભાવના...

ખમીસણામાં બંધાઈ રહેલા ઘરો ને જેમના ઘર બંધાઈ રહ્યા છે તે પરિવારો સાથે સંવાદ....

#mittalpatel #vssm #gujarat #surendranagar #viral #dreamhome

Ongoing construction at Khamisna village

Mittal Patel with VSSM Coordinator Harshadbhai

Mittal Patel with the gadaliya families of Khamisna village

Mittal Patel with the nomadic women

Khamisna Housing Construction site

Miottal Patel with the nomadic families at Khamisna 
construction site


Wednesday, 13 November 2024

VSSM helped Chiman Kaka to build her own house...

Mittal Patel with ChimanKaka

"He used to sleep in the temple porch. The house was in ruins. Even though he was over sixty, he couldn't make a proper home for himself." These words were spoken with a heavy heart by Chiman kaka from Ajol, Gandhinagar.

Kaka suffered from a breathing illness and lived in a dilapidated house. He cooked his own meals, as his body was no longer capable of doing much work. We gave him a monthly ration, so he didn't have to worry about food.

During the monsoon, water would leak all over his house. He would often think that it would be nice if the place could be made livable, but who would help him? He was too proud to ask anyone for assistance. One of the villagers spoke to us about Kaka's needs for food and support. Our worker Rizwanbhai met with him, and from that point, we started providing him with a monthly ration through VSSM.

Rizwanbhai also felt a strong desire for Kaka to have a proper home. One day, he mentioned that he wanted to meet Kaka, and we visited him. The condition of Kaka's house was so bad that neighbors would say the monkeys would steal the flatbreads Kaka cooked. Kaka didn’t even have an oil lamp in the house, but his faith in God was unwavering. He would say, "We may light thousands of lamps, but if our hearts hold deceit and greed, God will not be pleased. Faith is something to keep in the heart, not to show off to others." This was Kaka's faith. He would simply say, "God knows everything. Whatever happens, it is His will."

When we visited him, Rizwanbhai shared his thoughts about giving Kaka a proper home. Kaka said, "Do it, I leave it to you." I believe that all of this happened because of God's will.

With the help of Rizwanbhai, we were able to build a room, a porch, and a proper toilet and bathroom for Kaka to live in.

After the house was built, when we went to see him, the neighbors were happy and sang songs, placing a clay lamp in the house. Kaka said, "Now, I think I can live in peace for the rest of my years. Everyone who came to help me is free of any troubles." But the satisfaction of such work is unique. Through Rizwanbhai's help, we were the means by which this came about.

This is house number 1749. I enjoy writing and saying this number. The goal is to be the means for building thousands of such homes, and for that, it is desirable to have the support of people like you.

Thank you, Alimbhai, for your feelings and support. I pray that Chiman Kaka lives a long life in good health, and I pray that God continues to watch over such devoted people in this world.

'મંદિરના ઓટલે સૂઈ રહેતો. ઘર તો પડુ પડુ. સીત્તેર ઉપર થ્યા પણ ઘર કરી ના શક્યો.' ગાંધીનગરના આજોલના ચીમનકાકાએ ભારે હૃદયે આ કહ્યું. 

કાકાને શ્વાસની બિમારી. જર્જરીત ઘરમાં એ રહે. જમવાનું જાતે બનાવે. કામ થાય એવું શરીર રહ્યું નથી. અમે દર મહિને રાશન આપીયે. એટલે એ બાબતની ઓશિયાળી એમને નહીં.

ચોમાસામાં પાણીના દંદુડા આખા ઘરમાં પડે. થોડુ રહેવા જેવું થઈ જાય તો સારુ એવી ભાવના મનમાં થયા કરે પણ મદદ કોણ કરે. પાછુ કોઈ સામે હાથ લાંબો કરવામાં સંકોચ થાય. ગામના એક ભાઈએ કાકાને ખાવા પીવામાં ઓશિયાળી થાયની વાત કરેલી. અમારા કાર્યકર રીઝવાનભાઈએ એમની મુલાકાત લીધી ને VSSM માંથી અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. 

કાકાનું ઘર થાય એવી લાગણી રીઝવાનભાઈની પણ. તે એક વખત એમણે ચીમનકાકાને મળવાનું છે એમ કહ્યું ને અમે પહોંચ્યા કાકાના ત્યાં. ઘરની હાલત તો ક્યારેક રાંધેલા રોટલા વાંદરા લઈ જતાનું પડોશીઓએ કહ્યું. કાકા ઘરમાં ભગવાનનો દીવો ન કરે. પણ એમને ઈશ્વર પર ગજબ શ્રદ્ધા. એ કહે, લાખ દિવા ને બાધા આખડી કરીએ પણ મનમાં નકરુ કપટ રાખીએ એનાથી ભગવાન પ્રસન્ન ન થાય. શ્રદ્ધા મનમાં હોય લોકોને શું કામ બતાવવું. આવી શ્રદ્ધા રાખનાર કાકાએ ભગવાનને તને બધી ખબર છે તુ જોજે એટલું જ કહ્યું.

અમારુ મળવાનું, કાકાના ઘરે જવાનું ને એમને મળીને નીકળી કે આફ્રીકામાં રહેતા અમારા અલીમભાઈનો ફોન આવવો ને કાંઈ કામ હોય તો કહેજોના એમના શબ્દો. મે કાકાનું ઘર થાય તો સારુ વાળી વાત મુકી ને એમણે કહ્યું કરી નાખો.. આ બધુ ઈશ્વરે જ કર્યું એવું કાકા ને હું પણ માનુ.

કાકા રહી શકે તેવું એક રૃમ - ઓસરી, ટોયલેટ બાથરૂમ વાળુ ઘર અલીમભાઈની મદદથી કર્યું.

કાકાનું ઘર થયા પછી જોવા ગયા તો પડોશીઓ રાજી.. ગીતો ગાઈને ઘરમાં માટલી મુકી. કાકા કહે, હવે તો એંસી વર્ષ નીકળી જશે એમ લાગે.. ગોળ ધાણા ખાઈ સૌ છુટા પડ્યા. પણ આવા કાર્યોનો સંતોષ અનેરો. અલીમભાઈ થકી અમે નિમિત્ત બન્યા એનો રાજીપો...

આ 1749 નંબરનું ઘર..

આંકડો લખવો અને બોલવો ગમે છે.. સંકલ્પ આવા હજારો ઘર બાંધવામાં નિમિત્ત બનવાનો છે.. અને એ માટે આપ જેવા સ્વજનો સાથે આવે તે ઈચ્છનીય...

આભાર અલીમભાઈ તમારી લાગણીને પ્રણામ.. ને ચમીનકાકા સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવે તેવી પ્રાર્થના.. ને ભગવાનને આવા જાગતલ ભક્તો માટે જાગતો રહેજેની પ્રાર્થના... 

Mittal Patel with Chimankaka and VSSM Rizwanbhai with the
help of him VSSM able to build house for Kaka

Mittal Patel visits Chiman Kaka's new home




Tuesday, 15 October 2024

VSSM is pleased to have been an instrument in fullfilling Sarbai Ma's hope for her own home...

Sarbai Ma Dafer from Bhadwana village in Surendranagar

Sarbai Ma from Bhadwana village in Surendranagar has been saying this for years. Whenever we visited her, she would always talk about how much longer she had to wait...

We used to say that if it were in our hands to give a house, we would do it in a snap. But the job of allotting plots is with the government. Anyway, after years of effort and with the help of the village Sarpanch Shri Kuldeepbhai, the family members of Sarbai Ma in Bhadwana got plots. We started building the house. Seeing this, Sarbai Ma was very happy.

When we went to see her, she would first kiss our hands and then express her sorrow. She spoke with such affection, calling me her daughters, that I felt deeply moved.

She had a problem with her leg and had to have it amputated. She was physically very troubled. But she lived with the hope of seeing her son's house, and when we started building the house, she said now her heart is at peace...

Today, having felt this peace, Sarbai Ma departed from this world. But her heart was at peace. Our Harshad informed her of the news. Volunteer Harshad has been tirelessly working for all these families for years... He was also distressed by Sarbai Ma's passing but satisfied that her last wish was fulfilled.

Fulfilling someone's hope is such a great thing. As VSSM, we are pleased to have been an instrument in this.

We are grateful to the government, the Lions Club of Sanvedna-Shaibaug, esteemed Kumudben, and esteemed Kishorebhai Patel (USA) who helped in the construction of the house. The task of giving peace to Sarbai Ma was only possible through all these kind well wishers...

We pray that nature always makes us instruments of everyone’s well-being...

મારો વસ્તાર ઠેકાણે પડે.. પાક્કા ઘરમા રહેવા જાય એટલે મારા જીવને ટાઢક. પછી ઉપરવાળો લઈ લે તો વાંધો નહીં...

સુરેન્દ્રનગરના ભડવાણાગામના સારબાઈ મા વર્ષોથી આ વાત કરે. જ્યારે પણ એમના ડંગે જઈએ ત્યારે એક જ વાત હજુ કેટલી વાટ જોવાની...

અમે કહેતા કે, ઘર આપવાનું અમારા હાથમાં હોત તો આમ ચપટીમાં કરી દેત. પણ પ્લોટ આપવાનું કામ સરકારનું..

ખેર વર્ષોની મહેનતથી અને ગામના સરપંચ શ્રી કુલદીપભાઈની મદદથી ભડવાણાના સારબાઈમાના પરિવારના વ્યક્તિઓને પ્લોટ મળ્યા.

અમે ઘર બાંધવાના શરૃ કર્યું. એ જોઈને સારબાઈમા રાજી રાજી..

જ્યારે ડંગે જવું તો પહેલાં હાથ ચુમે ને પછી દુઃખણા લે.. આવી મારી દીકરી એવું એવા હેતથી બોલે કે સાંભળીને ગદગદ થઈ જવાય.

એમને પગમાં તકલીફ થઈ પગ કાપવો પડ્યો. શારિરીક રીતે ખુબ હેરાન થતા હતા. પણ દીકરાનું ઘર થાય એ જોવાની આશામાં એ જીવતા ને અમે ઘર બાંધવાના શરૃ કર્યા એટલે એમણે કહ્યું હવે જીવને નિરાંત...

આ નિરાંત એમણે અનુભવી ને આજે સારબાઈમાએ આ દુનિયામાંથી વિદાય લીધી. પણ એમના જીવને ટાઢક હતી. અમારા હર્ષદે એમને આ સમાચાર આપ્યા. કાર્યકર હર્ષદ વર્ષોથી આ બધા પરિવારો માટે સતત મથે... એ પણ સારબાઈમા જવાથી વ્યથીથ. પણ સંતોષ એમનું સમણું પુરુ થયાનો પણ ખરો.. 

કોઈની આશા પુરી કરવી કેટલી મોટી વાત.. VSSM તરીકે અમે નિમિત્ત બન્યાનો રાજીપો..

ઘર બાંધકામમાં મદદ કરનાર સરકારશ્રી તેમજ લાયન ક્લબ ઓફ સંવેદના- શાહીબાગ, આદરણીય કુમુદબેન તેમજ આદરણીય કિશોરભાઈ પટેલ(અમેરીકા) એમના આભારી છીએ. સારબાઈ માને સંતોષ આપવાનું કાર્ય આ બધા સ્વજનો થકી જ શક્ય બન્યું...

બસ સૌના શુભમાં કુદરત સદા નિમિત્ત બનાવે તેવી અભ્યર્થના...

Sarbai Ma giving blessings to Mittal Patel

VSSM started building the house od Sarbai Ma

After years of effort and with the help of the village Sarpanch
Shri Kuldeepbhai, the family members of Sarbai Ma
 in Bhadwana got plots and we started building the house

Ongoing contruction of Sarbai Ma's house

Dafer settlement of Bhadwana

The current living condition of Sarbai Ma


Monday, 10 June 2024

With the help of our well-wishers VSSM is able to bring happiness in lives of thousands of dependent elderly destitute like Chakuma...

Mittal Patel enjoys Chakuma's tea at her new home

Chakuma's Tea and Chakuma's House

"You cannot have our tea... right ? Chakuma from Kolda village of Amreli District had asked such a direct question to me. She has no one to support her so we send her our ration kit every month and we take care of her. Her food problem was solved but still she was not happy. Her house was in a dilapidated state and in the monsoon it leaks from everywhere.  Chakuma remains busy wiping the wet floor. With the help of our Alimbhai Adatyaa and others we built her house. Alimbhai is a noble soul and I can write a special article on him.

I had promised Chakuma that I would come to her home & have tea which I did when I went to see her new home. When I had seen her for the first time she looked dejected but now in her new home , her face had become brighter. Her house was filled with neighbours.

What better than to be instrumental in bringing happiness in someone's life. It is with the support of several kind hearted people that we are able to bring happiness in lives of thousands of dependent old people like Chakuma.

I thank all from the bottom of my heart and wish & pray that we are able to eliminate misery from the lives of all.

ચકુમાની ચા અને ચકુમાનું ઘર

અમારો ચા તમને નો ખપે ને? આવો વેધક સવાલ અમરેલીના કોલડાગામના ચકુમાએ થોડા મહિના પહેલા પુછેલો. એ નિરાધાર અમે દર મહિને રાશન આપીયે એમનું ધ્યાન રાખીયે. ખાવા પીવામાં શાંતી થઈ ગઈ પણ એક વાતે એ હજુ દુઃખી હતા. એમનું ઘર જર્જરીત. ચોમાસામાં આખા ઘરમાં દંદુડા પડે. વરસતા વરસાદમાં ચકુમા ઘરમાંથી પાણી ઉલેચ્યા કરે. અમારા અલીમભાઈ અદાતિયા અને અન્ય સ્વજનોની મદદથી અમે એમનું ઘર બાંધ્યું. એમની લાગણી માટે આભારી છું. અલીમભાઈ તો ખરેખર ઓલિયા માણસ.એમના વિષે તો જુદુ લખી શકાય.

ખેર એ વખતે ચકુમાને ચા પીવાનો વાયદો કર્યો હતો તે ઘર જોવા ગઈ ત્યારે ચા પણ પીધી. પહેલીવાર મળી ત્યારે એ ખુબ હતાશ જણાયેલા. પણ ઘર થયા પછી મળી ત્યારે એમના ચહેરા પર નૂર હતું. પડોશીઓથી એમનું ઘર ભરેલું હતું..

કોઈના ચહેરા પર આનંદ લાવવામાં નિમિત્ત બની શકાય એનાથી મોટુ સુખ શું હોઈ શકે? અનેક સ્વજનો મદદ કરે એના કારણે ચકુમા જેવા હજારો લોકોના જીવનમાં સુખ લાવી શકીએ છીએ...

સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરુ છું ને કુદરતને સૌના દુઃખ હરવા પ્રાર્થના...

#MittalPatel #amreli #HomeForHomeless #vssm #Ghar #homefornomads #shelter


 Chakuma's Tea and Chakuma's House

"You cannot have our tea... right ? Chakuma from Kolda village of Amreli District had asked such a direct question to me. She has no one to support her so we send her our ration kit every month and we take care of her. Her food problem was solved but still she was not happy. Her house was in a dilapidated state and in the monsoon it leaks from everywhere.  Chakuma remains busy wiping the wet floor. With the help of our Alimbhai Adatyaa and others we built her house. Alimbhai is a noble soul and I can write a special article on him.

I had promised Chakuma that I would come to her home & have tea which I did when I went to see her new home. When I had seen her for the first time she looked dejected but now in her new home , her face had become brighter. Her house was filled with neighbours.

What better than to be instrumental in bringing happiness in someone's life. It is with the support of several kind hearted people that we are able to bring happiness in lives of thousands of dependent old people like Chakuma.

I thank all from the bottom of my heart and wish & pray that we are able to eliminate misery from the lives of all.

ચકુમાની ચા અને ચકુમાનું ઘર

અમારો ચા તમને નો ખપે ને? આવો વેધક સવાલ અમરેલીના કોલડાગામના ચકુમાએ થોડા મહિના પહેલા પુછેલો. એ નિરાધાર અમે દર મહિને રાશન આપીયે એમનું ધ્યાન રાખીયે. ખાવા પીવામાં શાંતી થઈ ગઈ પણ એક વાતે એ હજુ દુઃખી હતા. એમનું ઘર જર્જરીત. ચોમાસામાં આખા ઘરમાં દંદુડા પડે. વરસતા વરસાદમાં ચકુમા ઘરમાંથી પાણી ઉલેચ્યા કરે. અમારા અલીમભાઈ અદાતિયા અને અન્ય સ્વજનોની મદદથી અમે એમનું ઘર બાંધ્યું. એમની લાગણી માટે આભારી છું. અલીમભાઈ તો ખરેખર ઓલિયા માણસ.એમના વિષે તો જુદુ લખી શકાય.

ખેર એ વખતે ચકુમાને ચા પીવાનો વાયદો કર્યો હતો તે ઘર જોવા ગઈ ત્યારે ચા પણ પીધી. પહેલીવાર મળી ત્યારે એ ખુબ હતાશ જણાયેલા. પણ ઘર થયા પછી મળી ત્યારે એમના ચહેરા પર નૂર હતું. પડોશીઓથી એમનું ઘર ભરેલું હતું..

કોઈના ચહેરા પર આનંદ લાવવામાં નિમિત્ત બની શકાય એનાથી મોટુ સુખ શું હોઈ શકે? અનેક સ્વજનો મદદ કરે એના કારણે ચકુમા જેવા હજારો લોકોના જીવનમાં સુખ લાવી શકીએ છીએ...

સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરુ છું ને કુદરતને સૌના દુઃખ હરવા પ્રાર્થના...

#MittalPatel #amreli #HomeForHomeless #vssm #Ghar #homefornomads #shelter



Mittal Patel with ChakuMa's neighbour at her new home

Mittal Patel was blessed by neighbours

Mittal Patel with Chaku Ma and her neighbours at her 
new home

ChakuMa shares her her happiness with Mittal Patel

Mittal Patel visits ChakuMa's new home

ChakuMa's neighbours present at her new home to meet
Mittal Patel

With the help of our well-wisher Aleembhai Aditya and
 others we built ChakuMa's  house



VSSM helped Keshabhai to build his own house...

Mittal Patel visits Keshabha's new house

I always talk about having a Ration Card but it is only when I meet families like Keshabhai that I realise how important the Ration Card is.

Keshabhai stays in a village Thur of Banaskantha with 3 children and a wife  in a dilapidated house. Our associate Paresh's house is nearby. Paresh sent me a video of Keshabhai's house on WhatsApp. On seeing the video it was difficult to call it a house.

There were walls and there was a roof but from many places inside the house one can see the sky. At one place the hole in the roof was so big that even monkeys would enter through it. Often the monkeys would pick the food and then Keshabhai had to stay hungry.

Paresh wrote to me that it would be nice if we can make a house for them. The feelings of  Paresh was so strong that we decided to repair Keshabhai's house.  Coincidentally I had to go to Thur during that time and I met Keshabhai. His 14 year old son was standing before me and I asked him what was he studying ? Keshabhai replied that he studied till 8th and now he has left the school. On asking why, Keshabhai replied it was because of lack of money. One gets primary education free but afterwards one has to spend some money towards fees etc. which they did not have. The only option was to leave the school. 

In monsoon the leakages and in Winter the cold makes it impossible to stay in the home. In the house they have two cots on which 5 persons sleep. From the big hole in the roof, the rain falls inside the house and flows out. Just that the roof does not fall, there was one pole kept as a support right in the middle of the house. 

Paresh could not hold back tears and cried while showing the house. He said that he does not have enough money to help Keshabhai repair his house.  It is because of such associates like Paresh that we are able to reach the needy people. 

We took a promise from Keshabhai that he will send his son to our hostel and in return we promised that we will build a house for him. 

Keshabhai agreed to this. Due to his illness he is unable to work much but he wants to secure the future of his son and he was happy if the future of his son improves by going to the hostel. 

He agreed to send his two small daughters to the hostel when they grow up. As soon as I left the village Thur, I received a call from Shri Alimbhai staying in Africa. He asked if any help is required and I immediately suggested the case of Keshabhai. Alimbhai agreed and within one & half months the house of Keshabhai was repaired.

Keshabhai was happy when I went to see the house. He said he was not confident of whether his house will be repaired or not. His wife also did not believe that it will happen. However when his neighbor Paresh told that the house will be done that he was surprised. He believed that God sent me to him. Keshabhai's face exuded happiness. Even the neighbors were happy and came to thank us.

We were only the intermediary. We got the credit but many thanks to our Alimbhai Adaatiyaa. . Many well-wishers like Alimbhai continuously help us and we have been able to construct 1700 houses so far for such needy families. 

We are happy and hope that many such big hearted donors will come forward so that we can construct many more homes.


'ચોમાસુ બેહન્ અમન્ બીક લાગવો મોડ.. હરખુ ઘર નઈક એકય.. મારી ઘરવાળી મજૂરી કર પણ ઓય ગોમડામો બારે મહિના મજૂરી ના મલ્. બે તૈઈણ મહિના કોમ મલ ઈમ ભેગુ કરી લેવાનું. બાકી રેશન મલ્ ઈના ઉપર હેડ!'

રેશનકાર્ડની અગત્યતતા નાના માણસોને કેટલી એની વાત અમે હંમેશાં કરીએ પણ કેશાભાઈ જેવા પરિવારોને મળુ ત્યારે એનું મૂલ્ય વધુ સમજાય. 

બનાસકાંઠાના થૂરમાં કેશાભાઈ રહે. ત્રણ બાળકો અને પત્ની સાથે જર્જરીત ઘરમાં એ રહે. અમારા કાર્યકર પરેશની બાજુમાં એમનું ઘર. એક દિવસ પરેશે મને વોટસઅપ પર વિડીયો મોકલ્યો. વિડીયો હતો કેશાભાઈના ઘરનો. ઘર કહેવું કે કેમ એ પ્રશ્ન વિડીયો જોઈને થાય.

ઘરને દિવાલો ખરી ને છત પર નળિયાય ખરા પણ છતમાંથી આકાશ દેખાય.. એક જગ્યાએ તો ચોખ્ખુ આકાશ દેખાય એવડુ  મોટુ બાકોરુ. એમાંથી વાંદરાય ઘરમાં આવજા કરે. ક્યારેક રાંધેલો રોટલો ઘરમાં આવીને લઈ જાય. ને એવા ટાણે કેશાભાઈને ભૂખ્યા રહેવાનો વારો આવે.

પરેશે લખેલું આપણે આમનું ઘર કરી શકીએ તો સારુ..
અમારા કાર્યકરો સંવેદનશીલ. એમની લાગણી હોય ત્યારે તો આ કાર્ય કરવાનું જ હોય. યોગાનુંયોગ એ વખતે થૂર જવાનું થયું ને કેશાભાઈને મળવાનું થયું.
એમનો 14 વર્ષનો દિકરો અમારી સામે ઊભેલો. મે પુછ્યું, 'શું ભણે?'
કેશાભાઈએ કહ્યું, 'આઠ ભણાયો. આ સાલથી ઉઠાડી મેલ્યો.'
'કેમ?'
'પૈસાની સગવડ ચોથી કરવાની?'
પ્રાથમિક શિક્ષણ મફત મળે પણ પછી પૈસા ખર્ચવા પડે. જે આ પરિવાર પાસે નહીં એટલે દિકરાને નિશાળમાંથી ઉઠાડી દીધેલો.

ચોમાસામાં તો ઘરમાં... એવા પ્રશ્નના જવાબમાં કેશાભાઈએ કહ્યું, 'બેન દંદુડા પડઅ.. અને શિયાળામો ટાઢ કે મારુ કોમ..'

ઘરમાં બે ખાટલા એ બે ખાટલામાં પાંચ જણા ભર ચોમાસે વરસતા વરસાદમાં સુવે.. બાકી છતમાં જે બાજુ મોટુ બાકોરુ ત્યાંથી પાણી પડે ને ઘરમાં થઈને એ બહાર જાય..
છત પડી ન જાય એ માટે ઘરની વચમાં એક ટેકણિયું પણ મુકેલું. 

પરેશ ઘર બતાવતા બતાવતા રડી પડ્યો. એણે કહ્યું, 'બેન મારી પાસે એટલા પૈસા નથી પણ આમનું ઘર થાય....' એ ભાવુક થઈ ગયો.. આવા લાગણીવાળા કાર્યકરો VSSM પાસે છે માટે જ સાચા અને જરૃરિયાતવાળા માણસો સુધી પહોંચી શકીએ.

કેશાભાઈ પાસે એમના દિકરાને ઉઘડી નીશાળે અમારી હોસ્ટેલમાં ભણવા મુકવાનું વચન માગ્યું. તમે વચન આપે તો ઘર બાંધી આપીશુંનું પણ કહ્યું.

એમણે કહ્યું, 'મુ તો રાજીજ સું. મારાથી કોમ નઈ થતું, બિમારી ના લીધે ખુબ હેરોન થવું. પણ મારા સોકરાનું ભવિસ્ય તમે બનાવો તો મુ તો રોજી. લઈ જજો તમ તમાર...'

નાની બે દીકરીઓને પણ મોટી થતા હોસ્ટેલમાં મુકશેની વાત થઈ. એ પછી ત્યાંથી નીકળી. થૂરમાંથી બહાર નીકળું ત્યાં આફ્રિકામાં રહેતા અમારા અલીમભાઈનો ફોન આવ્યો ને,  બેન ક્યાં મદદ કરવાની છે એમ પુછ્યું ને મે કેશાભાઈની વાત કરી..
એમણે કહ્યું ઘર કરી નાખો..
ને લગભગ દોઢ મહિનામાં અમે કેશાભાઈનું ઘર કરી નાખ્યું.

ઘર થયા પછી ઘર જોવા ગઈ તો કેશાભાઈ રાજી. એમણે કહ્યું. 'તમે આઈન જ્યાં પણ મન ખાતરી નતી ક આ થાય. તમે જ્યા પસી મારી ઘરવાળી ખેતરેથી આઈ મીએ ઈન કીધુ તો એય મોનતી નતી. પણ પરા(પરેશે)એ આઈન કીધુ ક ઘર કરવાનું હ્. તાણ નવઈ લાગી.. ભગવોને તમન મેલ્યા...'

કેશાભાઈના ચહેરા પર આનંદ હતો... પડોશીઓ પણ આભાર માનવા આવ્યા..

આમ જુઓ તો અમે નિમિત્ત.. ઘર બાંધનાર કોણ ને જશ કોને મળે? પ્રિય અલીમભાઈ અદાતિયાનો ઘણો આભાર.. 
અલીમભાઈ જેવા ઘણા સ્વજનો સતત મદદ કરે માટે આવા 1700 થી વધારે પરિવારોના ઘર અમે બાંધી શક્યા...

બસ રાજીપો.. ને વધુ લોકો સાથે આવશે તો આવા અનેક પરિવારોના ઘર બાંધી શકીશું.. 

Keshabhai with his family

Keshabhai promised to send his son to our hostel and also
he agreed to send his two daughters when they grow up

Keshabhai and his family thanks Mittal Patel for helping 
to repair his house

Mittal Patel meets Keshabhai and his family at his new home